Saturday 10 September 2016

Movie Review : Wrong Side Raju


                                  

ગુજરાતી સિનેમા નો પ્રવાહ એકલપંડે પલટી નાખનાર સિનેમેન અભિષેક જૈન જો ફિલ્મ સાથે સંકળાયેલા હોય તો ફિલ્મ હું કબાલી ની જેમ ગુરુવારે મધ્યરાત્રિ રિલીઝ થાય તો પણ જોવા ઉપડી જાઉ. વખતે અભિષેક જૈન પ્રોડયુસર ની ભૂમિકામાં છે પણ એમની ટીમ એમના જેટલી કાબેલ છે. પહેલા તો ડિરેક્ટર નિખીલ મૂસલે બીબાઢાળ અને અબૅનછાપ ફાલતુ કોમેડી થી રોંગ સાઈડ પકડી ખૂબ મોટી વાત છે. અને જો ફેન્ટમ જેવુ ક્રિએટીવ પ્રોડકશન હાઉસ સંકળાયેલુ હોય તો વિન-વિન સિચ્યુએશન કહેવાય!

લગભગ 150 જેટલી બ્રાન્ડ ને એનડોસૅ કરતી પાક્કા ગુજ્જૂ બિઝનેસમેનો બનાવેલી રોંગ સાઈડ રાજુ પોતે એક બ્રાન્ડ છે. ગુજરાતી સિનેમા ની બ્રાન્ડ! બ્રેકિંગ ધી સ્ટિરીયોટાઇપ બ્રાન્ડ! ફિલ્મ શરૂઆતથી ગુજરાત ના દ્રાય સ્ટેટ ના ટેગ ને ટ્રોલ કરવા બનાવી હોય એમ લાગે છે! ફિલ્મ નો હિરો રાજુ અમદાવાદી છાંટ વાળુ કાઠિયાવાડી બોલતો અમદાવાદ દ્રાયવિંગ કરીને ગુજરાન ચલાવતો એક સામાન્ય યુવાન છે. જે અમદાવાદ સપનાઓ લઈને આવ્યો છે. આખો દિવસ પોતાના બુટલેગિંગ થી લઈ ને ટ્રાવેલ એજન્સી જેવા પોતાના બિઝનેસ સ્ટાટૅ અપ ના તરંગી વિચારો કરી ફયૉ કરે છે. પણ એક અકસ્માત એની આખી લાઈફ ચેન્જ કરી દે છે અને ઘટનાક્રમ પર જબરદસ્ત સસ્પેન્સ થ્રિલર આધારિત છે. ફિલ્મ નુ સૌથી જમા પાસુ એનુ સ્માર્ટ રાઈટિંગ છે. ફિલ્મ ના કાસ્ટિંગ ની જવાબદારી જાણીતા પ્રોફેશનલ મૂકેશ છાબરા ની કાસ્ટિંગ કંપની ને સિરે હતી અને ફિલ્મ મા પ્રતિક ગાંધી થી લઈ ને નાનકડા કેમિયો કરતા સિધ્ધાથૅ રાંદેરિયા સુધીના અનેક રંગમંચ ના અભિનય ના કસાયેલા કસબીઓ છે. રાજુ તરીકે પ્રતિક ગાંધી એકદમ ઍફટૅલેસ, સિમ્પલ અને એક્સપ્રેસિવ લાગે છે. સમગ્ર ફિલ્મ ને પોતાના ખભે ઉચકી લેવા તેઓ સક્ષમ છે. જોકે ફિલ્મ નુ પ્લેઝન્ટ સરપ્રાઈઝ તો જયેશ મોરે છે. તેઓ ઈન્સપેક્ટર ગોહિલ ના એમના કેરેકટર ને ઘોળી ને પી ગયા છે. કોમિક ટાઈમિંગ અને કડક રોલ બંને મા જબરદસ્ત લાગે છે. જોકે ફિલ્મ મા બિઝનેસ એમ્પાયર ધરાવતા અમિતાભ શાહ અને એમના દિકરા તન્મય નુ કેરેકટર એકદમ કુત્રિમ લાગે છે. આખી ફિલ્મ મા જાણે Jade Blue ના કપડા એનડોસૅ કરતા હોય એમ બ્રાન્ડેડ કપડા પહેરી સ્ક્રિપ્ટ નુ ગોખેલુ અંગ્રેજી બોલી ભયંકર ઈરીટેટ કરે છે. છતાંય ફિલ્મ ના અન્ય ક્લાસ પફોૅમન્સિસ તેમજ આપણને પસંદ પડે એવુ અને વિચારેલ હોય એવુ સસ્પેન્સ એલિમેન્ટ ફિલ્મ ને મસ્ટ વૉચ બનાવે છે.

                                          

                                                 Brilliant Jayesh More as inspector Gohil 

મનગમતુ : કોટૅ રૂમ દ્રામા આમ તો આપણી ફિલ્મો નો ફેવરિટ સબજેક્ટ છે, પરંતુ ફિલ્મ મા પોલીસ સ્ટેશન ની અંદર નો દ્રામા અદ્દભુત રીતે દશાૅવાયો છે. પરંતુ ફિલ્મ મા મને જો સૌથી વધુ કંઈક પસંદ આવ્યુ હોય તો રાજુ(પ્રતિક ગાંધી) અને શૈલી(કિમબલેૅ મેકબેથ) ની કેમેસ્ટ્રી છે. ફ્રાન્સ થી આવેલી 'ભૂરી' પર રાજુ ને ક્રશ આવી જાય છે. અને જોગાનુજોગ રાજુ અને શૈલી વચ્ચે વારંવાર ડેટ સજૅાય છે. ફિલ્મ જિંદગી ના 'મિલેગી દોબારા' મા ઈમરાન(ફરહાન અખ્તર) અને નૂરિયા(સ્પેનિશ મોડેલ) વચ્ચે એક ઈન્ટીમેટ સીન છે, બેડ ઉપર બંને વચ્ચે હાટૅફેલ્ટ કન્વશૅેસન થાય છે. ઈમરાન સ્પેનિશ સમજતો નથી અને નૂરિયા હિન્દી સમજતી નથી. છતાંય ફરહાન ના હિન્દી ને નૂરિયા અને નૂરિયા ના સ્પેનિશ ને ફરહાન એમની વચ્ચેની આત્મીયતા થી સમજી લે છે. બંને બોયફ્રેન્ડ-ગલૅફ્રેન્ડ નથી પણ બંને ફિલીંગ્સ ના કોઇ તાંતણે જોડાયેલા છે, બસ રાજુ અને શૈલી વચ્ચે આવી કંઈ ઈન્ટિમસી-કેમેસ્ટ્રી છે. રાજુ ભાંગ્યુ તુટ્યુ અંગ્રેજી બોલી લે છે, જ્યારે શૈલી ને ફ્રેન્ચ વાઈન કરતા 'દારૂ' વધુ પસંદ છે! નાનકડા રોલ મા કિમબલૅે એકદમ જેન્યુઈનલી છવાઈ જાય છે. ફિલ્મ નુ બીજુ સ્ટ્રોંગ પાસુ એનુ મ્યુઝિક છે. ફિલ્મ મા દરેક સોંગ ને યોગ્ય જગ્યાએ બ્યૂટીફૂલી પ્લેસ કરાયા છે, જે ફિલ્મ ની ગતિ ને અવરોધતા નથી પણ બૂસ્ટ કરે છે. નિરેન ભટ્ટ ગુજરાત ના સ્વાનંદ કિરકિરે છે! ફિલ્મ મા રાજુ-શૈલી ની એક્સિડેન્ટલી યોજાયેલી 'દારૂ ડેટ', પોલીસ સ્ટેશન મા રકાબી મા પીવાતો દારૂ કે પછી શૈલી નો 'આઈ ડોન્ટ વોન્ટ ટૂ ટ્રાવેલ, આઇ વોન્ટ દારૂ' જેવી કોમિક સિકવન્સ કે ટ્રેડમાકૅ ગુજરાતી ગીત 'તારી આન્ખ નો અફીણી' નો એપિક ઉલ્લેખ ડાકૅ બની જતી મૂવી નો લાઈટ મૂડ જાળવી રાખે છે. બેલેન્સ અને ક્રિએટીવિટી માટે મેકસૅ ને બંને હાથે સલામી આપવી પડે. ફિલ્મ ની સિનેમેટોગ્રાફી સારી છે. પરંતુ સિનેમેટોગ્રાફી દ્વારા અમદાવાદ ને વધુ એક્સપ્લોર કરી શકાયુ હોત. મૂવી ને ડાકૅ બનાવવાના ચક્કર મા ઘણા સીન હેન્ડીકેમ થી શૂટ કરાયા હોય એવુ લાગે છે.

જો હિન્દી ફિલ્મ હોત તો મારા ક્રિટીક ભેજાએ આદત થી મજબૂર ઠેકઠેકાણે લોજિક ના છીંડા શોધ્યા હોત. પણ ખરેખર રોંગ સાઈડ લેવાનુ સાહસ ખેડી આપણને પ્લેઝન્ટ સરપ્રાઈઝ આપનાર નિખીલ મૂસલે અને એમની ટીમ માટે બધું માફ!

 રોંગ સાઈડ રાજુ : મસ્ત વૉચ! મસ્ટ વૉચ!


 

  Raju(Prati Gandhi) and Shaili (Kimberley Louisa Mcbeth)